STORYMIRROR

Rayde Bapodara

Tragedy

4  

Rayde Bapodara

Tragedy

વીતી જશે આ જિંદગી

વીતી જશે આ જિંદગી

1 min
281

આજ આજ નહીં રહે કાલ કાલ નહીં રહે 

વીતી જશે આ જિંદગી તને ખ્યાલ નહીં રહે,


તું તો વિંટળાઈને પડ્યો છે મોહજાળમાં 

તું તો છકી ગયો છે તારા જ ઘમંડમાં,

તારી દોમદોમ સાહ્યબી કાયમ નહીં રહે 

વીતી જશે આ જિંદગી તને ખ્યાલ નહીં રહે,


તારી માયાનો નશો આજ ચડ્યો છે તને 

તારી કાયા પર છે ખોટો ભરોસો તને,

કાયા તારી આ જગ પર કાયમ નહીં રહે 

વીતી જશે આ જિંદગી તને ખ્યાલ નહીં રહે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy