STORYMIRROR

Rayde Bapodara

Others

4  

Rayde Bapodara

Others

કહી દે પ્રભુ મને તું

કહી દે પ્રભુ મને તું

1 min
275

કહી દે કહી દે પ્રભુ મને તું, મને ક્યાં મળીશ તું,

ફરી વળ્યો હું મંદિર મંદિર, મને ક્યાંય ન દેખાયો તું .


વન વગડે ધુમ્યો ગયો સરિતાને નીર,

કોતરો ને કંદરા ધુમ્યો મને ક્યાંય ન દેખાયો તું .

કહી દે કહી દે પ્રભુ મને....


માનવ સેવા કરી કરીને હું થાક્યો,

મુંગા પશુઓની સેવા કરી, મને ન દેખાયો તું .

કહી દે કહી દે પ્રભુ મને...


તુુંજ કહે છે કે અત્ર, તત્ર ને સર્વત્ર તું,  

એવી દ્રષ્ટિ મને દે પ્રભુ, ક્યાક તો મળીએ હું ને તું .

કહી દે, કહી દે પ્રભુ મને તું...


Rate this content
Log in