ભાઈચારો
ભાઈચારો
જલતો જલતો રહે મારા દિલનો આ દીવડો,
સદા ઝળહળતો રહે મારા દિલનો આ દીવડો,
દીવડે દીવડો પ્રગટાવી જગમાં રોશની કરૂં
ઝળહળતી જ્યોત સેવાની પ્રગટાવું,
ન રહે જગમાં બસ, કોઈ દિનદુખિયા
એવી જીવન જ્યોત હું જગાવીને રહું,
માનવી માનવીમાં હું પ્રેમ જ્યોત જગાવું
ભાઈચારાના વિચારને જગમાં ફેલાવું,
વાત જાતના સર્વ ભેદને ભૂલાવું
એવા મારા સ્વપ્ના હું સાકાર કરૂં.
