હું તો હેતે હરિના
હું તો હેતે હરિના
1 min
159
હું તો હેતે હરિના ગુણ ગાઉં છું ,
પછી હરિહર હું બની જાઉં છું રે
હું તો હેતે હરિના ગુણ ગાઉં છું,
મારો હરિ સૂવાવે, હરિ જગાડતો,
મારૂ ખાધેલું અન્ન રોજ પચાવતો રે
હું તો હેતે હરિના ગુણ ગાઉં છું,
મારી ભીતરની એ વાત બધી જાણતો
મને રોજ રોજ શુભ આશિષ આપતો રે
હું તો હેતે હરિના ગુણ ગાઉં છું,
ભક્ત રાયદેને શિવજી મળ્યા
ભવની ભાવટ ગયા એ ભાંગતા રે
હું તો હેતે હરિના ગુણ ગાઉં છું.
