માનવતાનો દીપ
માનવતાનો દીપ


દીવડે દીવડો પ્રગટાવી જીવન સાર્થક કરૂં,
પ્રભુને દીવડા ધરીને જીવન સાર્થક કરૂં.
જગમા દેખું છું હું દુઃખિયા ઘણા
લુલા, લંગડા ને નિરાધાર ઘણા,
માનવતાનો દીપ પ્રગટાવીને હું,
નિસહાયની સદા હું સેવા કરૂં.
આપ્યો જન્મ મને જેણે જગમાં મને,
એવા માવતરના ઋણ હું ધ્યાને ધરૂ,
ન ભુલુ ગુણ એ માવતર તણા,
સતત ને સદા સેવા એ માવતરની કરૂં.