આ જિંદગી કઠિન છે
આ જિંદગી કઠિન છે
સફર આ જિંદગીની કઠિન છે,
મંઝિલ આ જિંદગીની કઠિન છે,
સુખ, દુઃખના તાણા વાણાથી
ગુંથાયેલી આ જિંદગી કઠિન છે,
મોહ માયાના બંધનોથી ભરી આ જિંદગી,
એ બંધનોમાં ગૂંચવાયેલી જિંદગી કઠિન છે,
મારા તારાના ભેદમાં રાચે છે આ જિંદગી,
ભેદ ન ભૂલવા દે એવી આ જિંદગી કઠિન છે.
