ક્યાંથી
ક્યાંથી
અચાનક આમ અમારે બારણે તમે ક્યાંથી,
પગરવ વિના અમારે આંગણે તમે ક્યાંથી,
જરા શી જાણ કરી હોત તો સ્વાગત કરતા તમારૂં,
અમ રંકને આંગણે આ પાવન પગલાં ક્યાંથી,
જપું તો છું હું રોજ માળા તમારા નામની,
આમ પ્રસન્ન થશો એવા મારા નસીબ ક્યાંથી,
હરખાયો છું હુું હૃદયથી આજ મારા પ્રભુ,
અચાનક આ પાપીને તમારા દર્શન ક્યાંથી.

