કરુણાંતિકા
કરુણાંતિકા
કદી વિશ્વાસ તૂટે કોઈનો એ છે કરુણાંતિકા,
ભરોસો સાવ ખૂટે કોઈનો એ છે કરુણાંતિકા.
વચન આપ્યું હતું સાથે રહેશું સાત જન્મો સુધી,
અને જો હાથ છૂટે કોઈનો એ છે કરુણાંતિકા.
મહેનતથી સદા પામી શકાશે સુખ અને શાંતિ પણ,
કદી હક કોઈ ઝુંટે કોઈનો એ છે કરુણાંતિકા.
નથી ડર રાખતાં જે ઈશનો એવા પશુ માફક છે.
અને એ શ્વાસ ઘૂંટે કોઈનો એ છે કરુણાંતિકા.
તરફડીને મરે છે માં વિખૂટી જો પડે બાળકથી,
શિશુ ખુદથી વછૂટે કોઈનો એ છે કરુણાંતિકા.
