STORYMIRROR

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational

4  

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational

મને મંજૂર નથી

મને મંજૂર નથી

1 min
276

તારા આ વાયદાને કાયદા મને મંજૂર નથી,

તારી શરતો અને બોલીઓ મને મંજૂર નથી,


આપવો જ હોય તો આપી દે સાથ બેમિસાલ,

પણ મારા પર આ હક-દાવો મને મંજૂર નથી,


અલ્લડ ને બેફિકર લહેરાતી આ હવા, કંઈક તો' 

હું પણ એવી જ છું, બંધાવું મને મંજૂર નથી,


સવાર સરખીને સાંજ પણ' સરખા દિન-રાત,

રહીશ જો હું તારી જેમ એ તને મંજૂર નથી,


મારામાં પણ ખૂબી તારા જેવી' તું ખુલ્લેઆમ,

અને મારે રહેવું ઓઝલ એ મને મંજૂર નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy