STORYMIRROR

purvi patel pk

Tragedy

4  

purvi patel pk

Tragedy

પાંપણેથી ખર્યું મોતી

પાંપણેથી ખર્યું મોતી

1 min
212

ખળખળ વહેતી હતી, એમાંથી સતત એની યાદો,

ડૂમા અને ડૂસકાંઓ સાથે સિવાયેલી એની ખોળો,


લાગણીઓના ટેભે કોચાયેલી હતી, જીવનની ખુશીઓ,

યાદ છે આજે પણ, થિંગડું દેતાં ફૂટેલી લોહીની ટશરો,


સાક્ષી રહ્યું હતું નિત્ય, એ એકાંતમાંયે એના સતીત્વનું,

હાજરી પૂરાવતું હતું, એ એના અદમ્ય, અકથ્ય મૌનનું,


હંમેશા કહેતી હતી, મા મને, 'બેટા, તું છે મારો પડછાયો",

પાંપણેથી ખર્યું મોતી કહેતી, 'ચીલો તું જુદો ચાતરજે',


સોણલું સંભારણું છે, એની ટીસના દમ્ય પડઘાઓનું,

એની અકથ્ય લાગણીઓનું, એના અસહ્ય સંઘર્ષોનું,


જીવન મારું એને લાગ્યું, કોણ જાણે કેમ એનું પોતીકું,

આપી ગઈ છે વારસામાં, મા મને તેનું 'એ' ઓશીકું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy