વેદનાની બાદશાહી
વેદનાની બાદશાહી
મેં મારી કલમમાં, ભરી રાખી છે આંસુની સ્યાહી !
ગઝલ એટલે તું, ખાટી જાય છે ઠાલી વાહવાહી !
ગુનેગાર બનાવી દીધો છે, દર્દનાં ખડિયાને,
એણે આપેલાં વિરહની, મેં કરવા સાબિત બેગુનાહી !
દબદબો મારા શબ્દોનો, કેવો છે ચારેકોર !
કોઈ શું જાણે, મારી વેદનાની બાદશાહી !
ટોચ પર જઈને બેઠી, આજ મારી સફળતા !
પણ દિલનાં રણે અભાવ રમખાણ, ને નરી તબાહી !
ચાલ પીડા ! સામસામા, ટકરાવી લઈએ જામ,
પિયક્કડ ગણી કદાચ પ્રેમ, છલકાવી બેસે સુરાહી !
બંધ આંખો મીરાંની, ચૂવે છે સતત હવે,
'ઝંખના'ની લાગણીઓની, એ ગણશે ઈશ્વર ગવાહી.
