કોઈ અર્થ નથી
કોઈ અર્થ નથી
થાકી જવાનો તને કોઈ હક નથી,
હારી જવાથી હવે કોઈ અર્થ નથી.
બોલી જવાનો તને કોઈ હક નથી,
ચૂપ રહેવાનો હવે કોઈ અર્થ નથી.
મનની વાત કહેવાથી કોઈ ફર્ક નથી,
લાગણીઓ વ્યક્ત કરવાનો કોઈ અર્થ નથી.
મશીન બનીને રહી જા તારામાં જીવ નથી,
કોઈ સવાલો પૂછવાનો હવે કોઈ અર્થ નથી.
માર્ગમાં કાંટા છે ફૂલો શોધવાનો કોઈ અર્થ નથી,
અણસમજુ બની રે સમજદારીનો કોઈ અર્થ નથી !
