STORYMIRROR

Rayde Bapodara

Tragedy

4  

Rayde Bapodara

Tragedy

કોઇ કોઇને ન પૂછે

કોઇ કોઇને ન પૂછે

1 min
237

કોઇ કોઇને ન પૂછે અહિં તારે શું દુઃખ છે ?

સૌ સૌનું જ વિચારે અહિં મારૂં કોણ છે !


તારા - મારામાં જીંદગી વિતાવી દીધી, 

ના સમજણ કોઇએ સમજવાની લીધી,


ના કોઇએ કોઇના કદી આંસુ લૂછ્યા, 

કોઇ એકલવ્ય તો કોઇ અંહિ દ્રોણ છે.


એક અબળા લૂંટાય છે રસ્તા પર, 

સૌ નિહાળે તમાસો સમજીને ગૌણ, 


લાચાર બનીને અબળા તડફડે છે રાહ પર,

આક્રંદ - રુદન અબળાનું સાંભળે છે કોણ ! 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy