વાણી વહે પ્રેમે
વાણી વહે પ્રેમે
જીવન મહીં તો જે અથડાતા આસવ રંગો,
ક્યારે પ્રેમે તો ક્યારે ગુસ્સે રંગાતા,
હૈયાંથી હૈયું મળતાં તહીં ખીલે સ્નેહે,
પ્રેમકટોરી પી હાથેહાથ લઈ ઝૂમતાં,
વાત મહીં ક્યારે પડતા ય લડી ના જાણે,
ને પાછા પળભરમાં થૈ ભેગાં બધુ ભૂલતાં,
એક જ નૌકાનાં બંને પ્રવાસી છે જે,
તરવો આ સાગર, જો હોય સુમેળ સુલભા,
પ્રેમ સમજ હો જીવનમાં, સંસારે મીઠ્ઠો,
ના તકરાર કદી, વાણી વહે પ્રેમે સુણતા !

