તારા પ્રીતની વાદલડી
તારા પ્રીતની વાદલડી
હતો તું શ્વાસ તો હું ધડકન તારી
તારા સ્મિત હાસ્યથી હું જતી વારી,
એક ક્ષણના વિરહની કલ્પનાથી
આત્મા મારી હજારોવાર મરી હતી,
આંખોમાં આંખ પરોવીને સમી સાંજે,
તારા શબ્દો,' હંમેશા તું મારી રહેજે.'
તારા પ્રીતની વાદલડી મુજપર વરસતી,
હૃદયથી તું મારો ને હું તારી જ હતી,
શંકાની વાતોથી તૂટી જતું મુજ સંયમ,
ટુકડા દિલના વિખેરાયા, ઘવાયો અહમ્ ,
વહેમને વ્યાજબી ગણી તીરના ટકોરે,
સ્મિત ગુલાબના પાંદડા સર સર સરે,
તૂટ્યા તાર લાગણીના, તાર તાર થઈ ગયા,
ક્ષણિકમાં આપણે ભૂતકાળ થઈ ગયા.

