Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Katariya Priyanka

Romance

3  

Katariya Priyanka

Romance

હું તું

હું તું

1 min
220


હા, ફક્ત તું,

તારામાંથી ક્યાં મુક્ત છું હું...

રોજ પ્રભુ પાસે યાચું જે,

એ અરદાસ છે તું....


એકલતામાંય મારામાં ભીડ ઊભી કરે જે,

એ સંગાથ છે તું...

જીવનનાં ખારા સમુદ્રમાં મળે છે જે,

એ મીઠાશ છે તું....


મારાં શબ્દોને સ્નેહથી સીંચે જે,

એ પ્યાસ છે તું...

ઉતાવળે દોડતી જીવનરેલને મળે છે જે,

એ હળવાશ છે તું....


મારાં હોવાનાં અર્થને સમજાવે છે જે,

એ સારાંશ છે તું...

"હું " નો પર્યાય "તું" કહે છે જે,

એ અહેસાસ છે તું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance