પ્રેમની અનુભૂતિ
પ્રેમની અનુભૂતિ
મળતા યુવક-યુવતી રોજને પ્રત્યક્ષ,
થાય પ્રેમની અનુભૂતિ ખાસને અનહદ,
ખોવાય એકબીજાના રૂપમાંને વાતમાં,
પ્રેમ સાચો થાય નહીં મોબાઈલ સંપર્કમાં,
થતી પ્રેમની અભિવ્યક્તિ સામસામે,
ઓનલાઈનની વાત લાગતી બનાવટી,
મળતા મન એકમેકના આલિંગનથી,
થાય મતભેદ સતત ઓનલાઈન રહેવાથી,
થતા પ્રશ્નના સમાધાન એકબીજાના મળવાથી,
બગડતા સંબંધ વ્યસ્ત સતત મોબાઈલથી,
થાય મિલન પ્રાકૃતિક વાતાવરણમાં ને એકાંતમાં,
ન કોઈ લાગણી કે મનમેળ સોશિયલ મીડિયામાં.

