છે હાથમાં હાથ
છે હાથમાં હાથ
ન હો નયનજ્યોત તો એકલપંડે પથ લંબાય છે,
હો સંગાથીનો સાથ, આસાનીથી ડગ ભરાય છે,
રસ્તાઓ એકલપંડે તો હાંફભર્યા ડગલે કપાય છે,
હો સંગાથી તો આ રસ્તાઓ મન ભરી જીવાય છે,
આખરે છે ખામી ચર્મ ચક્ષુની તો હૃદય વિલાય છે,
હો સંગાથી, બંધ આંખે ઉરમાં ઉજાસ જણાય છે,
ન હો ચર્મચક્ષુ તો નિજ વિશ્વમાં અંધકાર ફેલાય છે,
હો સંગાથીનો હાથમાં હાથ, મન:ચક્ષુ ખુલી જાય છે,
પ્રજ્ઞાચક્ષુ ખુલતાં જ હૃદયમાં દિવ્ય પ્રેમ જીલાય છે,
હો સંગાથી, નયનરમ્ય આ સૃષ્ટિ હૃદયરમ્ય દેખાય છે,
આંતરચક્ષુનાં પ્રકાશમાં ઉણપ નિજ તનની ઢંકાય છે,
હો સંગાથી, જીવનમાં બારેમાસ 'દીપાવલી' થાય છે.

