STORYMIRROR

Rekha Patel

Romance

3  

Rekha Patel

Romance

પ્રીતનાં સરવરીયાં

પ્રીતનાં સરવરીયાં

1 min
179

કોણ છે તું ? નથી ઓળખતી તને, 

થઈ જા દૂર તું મારી નજરથી, 

બસ, આ જ તારી ઔકાત છે, 

ક્યારેય તું ન હતો મારાં દિલની પાસ, 

કહી, ગુસ્સે થઈ ચાલી ગઈ હું, 


મૂકી તડપતો તેને, આવ્યો ગુસ્સો તેને, 

તું ન મળે તો હવે, ન કરું કાલાવાલા, 

જરા પણ હોય પ્રેમ તો આવજે પાસે, 

રાખ્યાં છે ખૂલ્લાં દરવાજા દિલનાં, 

થયો પારાવાર પસ્તાવો મારા મનમાં, 


એકવાર મળી કરવો જરૂરી ખુલાસો, 

થયાં સામસામે, અથડાઈ નજરો અમારી, 

મૌન બનીને કહી દીધું ઘણું, 

બંનેની આંખોનાં આંસુઓનાં મિલને, 

વરસાવ્યાં પ્રીતનાં સરવરીયાં, 


આંખોએ હસીને કહી દીધું, 

દિલથી દિલ ગયાં ધડકી,

લાગણીઓના દરિયા વહી ગયાં પ્રીતનાં પાલવમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance