STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

બસ આપણે બે

બસ આપણે બે

1 min
156

પ્રકૃતિના સાનિધ્યમાં હોઈએ ફક્ત તું અને હું

ચાલ આ વરસતી વર્ષામાં ભીંજાઈ જઇયે તું અને હું


ચાલ આ આથમતી ક્ષિતિજે, સંધ્યાના

કેસરી રંગોમાં ઓતપ્રોત થૈયે, તું અને હું


આ ખીલેલી વસંતે આ ફૂલોની

આગોશમાં મળિયે, તું અને હું


ઉષાના સુંદર સોનેરી કિરણોથી, સજે આપણી પ્રભાત

સૂરજના કેસરી રંગથી રંગીન બને આપણી સાંજ


હું શ્રાવણનો સ્નેહ બની વરસી જાઉં તું ધરતી બની મહેકી જા

મારા સ્પર્શે કૂંપળ બની ઉગી જા હું હેતનો હાથ ફેલાવું


તું પકડી મારો હાથ પાર ઉતારી દે

હું બનું ગીત, તું સંગીત બની જા બંને મળી 

જીવનને સંગીતમય બનાવી લઈએ તું અને હું


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance