તમે કહો તો
તમે કહો તો
તમે કહો તો છેક મંઝિલ સુધી સાથે રહું,
તમે કહો તો અડધે રસ્તેથી પાછી ફરુ,
તમે કહો તો દુનિયાને એક બાજુ કરી રાખું,
તમે કહો તો દુનિયાની બાજુ જતી રહું,
તમે કહો તો તમને ગમતું બધુ હું મને ગમતું કરી લઉં,
તમે કહો તો તમને ન ગમતું હું મને અણગમતુ કરી લઉં,
તમે કહો તો ભર ચોમાસે'ય હું કોરી રહું,
તમે કહો તો વૈશાખ ના તાપ એ નાહી લઉં,
તમે કહો તો તમારી સાથે આકાશ આંબી લઉં,
તમે કહો તો બધા સપના ને મનમાંજ રાખ કરી દઉં,
તમે કહો તો આજીવન તમારી બની રહું,
તમે કહો તો આજથી જ હું મારી પણ ન રહું,
તમે કહો તો સાથે જીવવાની સઘળી આશા છોડી દઉં,
તમે કહો તો તમારાં વગર મૌત વ્હાલુ કરી લઉં.