STORYMIRROR

Anami D

Others

3  

Anami D

Others

પહેલાં જેવી મહોબ્બત

પહેલાં જેવી મહોબ્બત

1 min
145

હવે એ પહેલાં જેવી મહોબ્બત નથી રહી,

અરે, હું તને નથી કહેતી, મહોબ્બતને કહું છું,


મહોબ્બતને કહું છું એ હવે એવી નથી રહી,

જેવી હતી એક સમયે,

હવે એવી નથી રહી,


ૠતુઓની ૠતુઓ બદલાય 'ને પછી મળતા,

પ્રેમપત્રોમાં ધીરજ રૂપી રહેતી,

હવે એવી નથી રહી,


રાત આખી ઘડી ઘડી માથે હાથ મૂકી તપાસતાં,

અમથા તાવમાં જાગરણ બની રહેતી,

હવે એવી નથી રહી,


કેવી લાગુ છું ? પાંપણો ઢાળીને આ પ્રશ્ન પૂછતાં,

શણગારમાં શરમ બની રહેતી,

હવે એવી નથી રહી


ફરી મળીશું, એ આશ સાથે આવજો કહેતાં

નયનોમાં ઇંતજાર બની રહેતી,

હવે એવી નથી રહી,


મહોબ્બતને કહું છું,એ હવે એવી નથી રહી,

જેવી હતી એક સમયે હવે એવી નથી રહી.


Rate this content
Log in