હું તને પ્રેમ કરું છું...
હું તને પ્રેમ કરું છું...
1 min
507
કોઈ તારણ વિના એક વહેમમાં રહું છું
કે હું તને પ્રેમ કરું છું,
તું હા પાડ, સાથે મનાવીશું આ દિવાળી,
નહીં તો જો આ આવી હોળી,
લે સળગાવ, મારો દેહ ધરું છું.
સો હકીકતોની વચ્ચે એક કલ્પના એ છે,
જ્યાં તારા કદમ છે જ્યાં તું ફર્યો છે,
ત્યાં હવા બની હું ફરું છું.
ડૂબી ન જાય દરિયો ખુદ દરિયામાં,
એ ડરે દરિયાની મદદે દરિયામાં,
તણખલું બની હું તરું છું.
જીવનની બધી આશા રહી છે તારા સાથે,
તારા નામની મહેંદી લગાવી મારા હાથે,
બધાને કહું, હું તારાં પર મરું છું.