ક્યારેક મને એમ થાય
ક્યારેક મને એમ થાય
ક્યારેક મને એમ થાય કે,
તમારા બધાંજ સારા નરસા વિચારોની,
એક પોટલી બાંધીને,
દૂર દરિયામા ડુબાડી આવું.
ને ક્યારેક મને એમ પણ થાય કે,
આ આમ અચાનક આવતી વણજોઇતી,
તમારી યાદનુ પડીકુ બાંધીને,
ગામના પાદરે દાટી આવું.
ને વળી ક્યારેક મને એમ પણ થાય કે,
મારી આસપાસ સતત રહેતા,
આ તમારાં આભાસ ભણકારા આહટને,
હું કોઈ ભુવા બોલાવીને,
મંત્રોજાપ કરાવી દૂર ભગાડી આવું.
પણ,
પણ પછી મને એમ થાય કે,
આવું બધું તો મને થયા કરે,
જેમ કે,
મને એમ થાય કે દોડતી દોડતી,
તમારી પાસે આવતી રહું,
તમને વળગીને ચોધાર આંસુ એ રડી પડું.
ને મને એમ પણ થાય કે,
તમને ચિલ્લાઇ ચિલ્લાઇને કહું કે,
હું તમને બહુ પ્રેમ કરુ છું,
અને તમને એ પણ કહું કે,
તમારા વિના હું આ દિવસો
કેમ પસાર કરું છું !
પણ પછી શું ?
ને મને એમ પણ થાય કે,
મને તો આવું બધુ થયા કરે,
પણ તેથી શું ?

