STORYMIRROR

Anami D

Others

3  

Anami D

Others

બ્રેકઅપ

બ્રેકઅપ

1 min
264

ચાલને

આપણે મળીએ

પણ મળીએ તો મળશે શું ?


કહું !?

હા...!!

તો સાંભળ...

થોડી હુંફ, થોડો હરખ

ને થોડીવારનો એકબીજાનો સ્પર્શ

આ બધુ થોડું થોડું મળશે.


બસ એટલું જ !!

સારું રહેવા દે મળવાનું


ચાલને

આપણે છૂટા પડીએ

પણ છૂટા પડીએ તો મળશે શું ?


કહું ?

હા...!!

તો સાંભળ...

ઘણા આંસુ, ઘણો વસવસો

ઘણી બધી યાદ,

ઘણા ઉજાગરા,ઘણી એકલતા

ને ભારોભાર વેદના

ઘણું બધું મળશે.


માથાકૂટ શું કરવી થોડા માટે

આપણે પામીએ ઘણું બધું

તો ચાલને

આપણે છૂટા પડીએ.       


Rate this content
Log in