આવી ઘડી મિલનની
આવી ઘડી મિલનની
આવી ઘડી મિલનની ઓ સાજના,
છલકાયો ઉમંગ હૈયામાં આજના,
ના બોલી શક્યાં હોઠ એકબીજાના,
કરી લીધી વાત આંખોથી આંખમાં,
આપી દીધો સાથ હાથોએ હાથમાં,
આપી દીધો દિલે પણ સાથ સાથમાં,
સોંપ્યા તન એકબીજાની બાથમાં,
કર્યું બંનેએ ચુંબન હોઠોથી હોઠમાં,
આવ્યા નજીક એકબીજાની પાસમાં,
પડ્યાં છૂટા અનેક મિલનની આશમાં.