પહેલી મુલાકાત
પહેલી મુલાકાત
હતી એકલતાની રાહ પર,
ને થયું તારું આગમન,
જોયો તને મધ્ય રાત્રીએ,
ને થયો દિલમાં સળવળાટ,
બેઠાં બંને એકબીજાની પાસે,
ને ખોલ્યાં મનના દ્વાર,
જણાવ્યો એકબીજાને ભૂતકાળ,
ને ખંખેર્યા મનના દ્વાર,
સૂરજ ઉગ્યો આભમાં,
ને થઈ નવા સંબંધની શરૂઆત,
જોયાં એકબીજાને અજવાળે,
ને આંખોએ કરી વાત,
બંનેના મનમાં એકબીજાને પૂછતો,
બસ એક જ પ્રશ્ન હતો,
બંનેના પ્રશ્નનો જવાબ પણ,
એક માત્ર 'હા' જ હતો,
મળ્યાં એકાંતમાં બંને,
ને પૂછી લીધો પ્રશ્ન એકબીજાને,
આપ્યો બંને એ જવાબ,
ને આપ્યું વચન એકબીજાને,
બંધાણી એકબીજા સાથે,
ભવોભવની એ અનોખી પ્રીત,
બંધાણા બંને વચને,
એ હતી અમારી પહેલી મુલાકાત.