ચાલને સાથે જીવી લઈએ
ચાલને સાથે જીવી લઈએ


મળી છે અણમોલ ક્ષણો,
ચાલ ને સાથે જીવી લઈએ,
સાથે છીએ આપણે બંને,
ચાલ ને સાથે જીવી લઈએ,
ક્યારેક હું રિસાવું ક્યારેક તું,
ચાલ ને સાથે જીવી લઈએ,
ક્યારેક હું મનાવું ક્યારેક તું,
ચાલ ને સાથે જીવી લઈએ,
થોડો સાથ હું આપું થોડો તું,
ચાલ ને સાથે જીવી લઈએ,
થોડું હું બોલું થોડું તું,
ચાલ ને સાથે જીવી લઈએ,
આજ સૌએ જોઈ કોણે જોઈ,
ચાલ ને સાથે જીવી લઈએ.