પ્રેમનો દિવસ
પ્રેમનો દિવસ


આવ્યો છે આજે સૌ કોઈ માટે,
પ્રેમનો આ વેલેન્ટાઈન દિવસ,
આવ્યો છે યાદ મને આજે,
પુલવામાનો હુમલાનો દિવસ,
ઉજવી રહ્યાં છે સૌ પ્રેમીઓ,
માની આજને પ્રેમનો દિવસ,
નવાઈ નથી તેઓ ઉજવી રહ્યા છે,
માની આજને પ્રેમનો દિવસ,
ઉજવ્યો હતો મારા શહીદોએ પણ,
માની આજને પ્રેમનો દિવસ,
સાચે જ છે એ શહીદોનો દેશ માટેનો,
આજે મહોબ્બત નો દિવસ,
સૌ કરે છે પ્રેમનો એકરાર પ્રિયજનોને,
માની આજને પ્રેમનો દિવસ,
કર્યો પ્રેમનો એકરાર એ શહીદો એ પણ,
માની આજને પ્રેમનો દિવસ,
બતાવ્યો હતો દેશ પ્રેમ તેમણે પણ,
માની આજને પ્રેમનો દિવસ,
સાથ આપીશ કહે છે લોકો એકબીજાને,
માની આજને પ્રેમનો દિવસ,
સાથ નિભાવી ગયા એ શહીદો દેશનો,
માની આજને પ્રેમનો દિવસ,
સાચો પ્રેમ કરી ગયા એ શહીદો દેશને,
માની આજને પ્રેમનો દિવસ.