તે પળ મારા માટે
તે પળ મારા માટે
જ્યારે જ્યારે તું મારી સતત ચિંતા કરે છે,
ત્યારે ત્યારે તે પળ મારા માટે પ્રપોઝ ડે હોય છે,
જ્યારે જ્યારે મારા દુઃખમાં મને સાથ આપે છે,
ત્યારે ત્યારે તે પળ મારા માટે રોઝ ડે હોય છે,
જ્યારે જ્યારે તું મારી પાસે બેસીને જમે છે,
ત્યારે ત્યારે તે પળ મારા માટે ચોકલેટ ડે હોય છે,
જ્યારે જ્યારે તું મને હસાવવાની કોશિશ કરે છે,
ત્યારે ત્યારે તે પળ મારા માટે ટેડ્ડી ડે હોય છે,
જ્યારે જ્યારે તું મને તારી બાહોમાં લે છે,
ત્યારે ત્યારે તે પળ મારા માટે હગ ડે હોય છે,
જ્યારે જ્યારે તું મને વ્હાલથી ચુંબન કરે છે,
ત્યારે ત્યારે તે પળ મારા માટે કિસ ડે હોય છે,
જ્યારે જ્યારે તું મને આઈ લવ યુ કહે છે,
ત્યારે ત્યારે તે પળ મારા માટે વેલેન્ટાઈન ડે હોય છે.