થઈ ગઈ જીંદગી પ્રેમમય
થઈ ગઈ જીંદગી પ્રેમમય


પડ્યાં વિખુટાને હતો,
સંબંધ બંધાયાનો એક ઉમળકો,
રહ્યાં જોઈને વાટ કે મળશે,
અવસર બીજી મુલાકાતનો,
નહોતા એ ટાણે આવાં ફોન,
એકબીજા સાથે વાત કરવા,
હતી તો માત્ર પત્રોની લેનદેન,
એકબીજા સાથે વાત કરવા,
સંતાઈને લખવા લાગ્યા પત્રોમાં,
લાગણીઓ એકબીજાની,
લાગણીઓમાં પણ લેવાવા લાગી,
કાળજી એકબીજાની,
હતાં તન ભલે બે પણ,
થઈ ગયા હતાં બંનેના જીવ એક,
હતાં બંને જોજનો દૂર પણ,
રહેતાં બંને મનથી નજીક ઠેક,
મળતો ગયો સાથ એનો,
ને લાગતી ગઈ જીંદગી રસમય,
સમજવા લાગ્યાં એકબીજાને,
ને થઈ ગઈ જીંદગી પ્રેમમય.