વિરહ
વિરહ


તમારા આવવાની બધી ઇચ્છાને ભલે પાળી નથી,
છતાંય તમારી યાદ ન હોય એવી રાત ગાળી નથી,
લેણ-દેણના સબંધ હોય છે સઘળાં વાત સાચી,
આજ સુધી તમારી એકેય વાત અમે ટાળી નથી,
વિરહની વેદનાને હસતાં-હસતાં સહી લેશું અમે,
પાનખરની પીડાને સહી ન હોય એવી ડાળી નથી,
ક્યારેક તો મળી જઈશું ફરી જીવન રાહ પર,
અંધકાર પછી ઉજાસ હોવાનો બધી રાત કાળી નથી,
આશા હોય મનમાં તો કદી તો સફળ થવાનીજ છે,
ઉમંગોની દુનિયા સજાવી છે, ઇચ્છાને સાવ બાળી નથી.