તારો ચહેરો
તારો ચહેરો


નથી જિંદગી મને મંજૂર તારો ચહેરો જોયા વગર,
રહેવું કેટકેટલું હજુયે દૂર તારો ચહેરો જોયા વગર,
મળે છે મને શુકન જો હોય કદી તું મુજ સન્મુખને,
તારા વિયોગે હણાતું નૂર તારો ચહેરો જોયા વગર,
થાય ખરા અર્થમાં સૂર્યોદય જ્યાં થાય દીદાર તારા,
વિધિ બની જાય જાણે ક્રૂર તારો ચહેરો જોયા વગર,
રોકાય જાય દિલધડકન જીવ તો બળવા લાગતો,
સૂના સંગીતના સાતેય સૂર તારો ચહેરો જોયા વગર,
બનીને ઈશ રખે તું આવતી હશે મુજ જીવનબાગે,
અધૂરાં રહેતાં ઉરતણાં પૂર તારો ચહેરો જોયા વગર.