વસો પ્રભુ
વસો પ્રભુ
1 min
32
વસો પ્રભુ મનમંદિર અમારે,
વસો પ્રભુ ઉર તણા ધબકારે,
નયન ચાતકી ઝંખે નિરંતર,
સ્વાતિવારિ ચાહત અંતર,
હરો પ્રભુ મનોવિકાર મઝધારે,
રંગલાખવત્ મિલનની આશા,
દરશન કાજે ગણતા વાસા,
આવો પ્રભુ શબ્દસુમન આવકારે,
રામરુપ મનમોહક અમારે,
ધનુર્ધારી પધારો અમદ્વારે,
દ્યોને પ્રભુ રામસ્મરણ હારેહારે,
શ્વાસસરગમે નામ છે તમારું,
રોમેરોમે વાસ તમારો ધારું,
રીઝો પ્રભુ અંતર પોકારે અશ્રુધારે.