રક્ષાબંધન.
રક્ષાબંધન.
1 min
7
ભાઈને સુખી દેખીને હરખાતી બહેન લાડલી.
ભાઈનું હરપળ સુખ ઈચ્છતી બહેન લાડલી.
ભાઈના હાથે રક્ષા બહેનની કેવી રહે શોભતી,
રક્ષાકવચ બનીને વળી રક્ષતી બહેન લાડલી.
હોય અંતરે અધિક ઊર્મિ પારસ્પરિક પ્રેમની,
સુખાકારીની ભાવના ઊછળતી બહેન લાડલી.
ના હો ઓછાયો સરખો દુઃખ, શોક સંતાપનો,
હરઘડી કલ્યાણ એનું વિચારતી બહેન લાડલી.
દીર્ઘાયુની કરી કામના રક્ષાતંતુ જે કાંડે બાંધતી,
જાણે કે મૂક આશિષ વરસાવતી બહેન લાડલી
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર