વરસાદ આવ્યોને.
વરસાદ આવ્યોને.
લે વરસાદ આવ્યોને તારી યાદ લાવ્યો.
લે વરસાદ આવ્યોને ફરિયાદ લાવ્યો.
હરવખ્ત હોય ખુશી એ જરુરી ન હોય,
લે વરસાદ આવ્યોને કૈંક વિષાદ લાવ્યો.
નથી કામ આ એવું કે સૂર્યની સાક્ષી હો,
લે વરસાદ આવ્યોને, પ્રભુપ્રસાદ લાવ્યો.
ૠતુ છે ચોમાસાંની તોયે અંતરમાં બહાર,
લે વરસાદ આવ્યોને પ્રેમ આસ્વાદ લાવ્યો.
કાજળઘેરી નિશામાં પ્રગટ્યો શશી કળાએ,
લે વરસાદ આવ્યોને વય વીત્યા બાદ લાવ્યો.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.