આવ્યો શ્રાવણ
આવ્યો શ્રાવણ
આવ્યો શ્રાવણ શુકનવંતો શિવ સ્નેહ વરસાવોને.
પંચાક્ષરે પ્રાર્થીએ પરમપિતા સેવકને અપનાવોને.
સદાશિવ સાનુકૂળ સર્વદા, અંતરઅમી છલકાવોને.
આશુતોષ અવિનાશી ત્રિલોચન માયા થકી ઉગારોને.
દ્રવતા દેવ દયાનિધિ, ભીડ ભક્તજનોની ભાંગોને,
અવઢરદાની અંબુનિવાસી, મનોવિકારોને મિટાવોને.
હૈયે હેત હરઘડી હરજી, રામભક્તિ ઉરમાં સ્થાપોને.
ન હોય દાતા શિવસરખા મનોવાંછિત તમે આપોને.
આવી શરણ શિવશંકર ભજીએ વંદના સ્વીકારોને.
ભોળાનાથ ભયહારી ભક્તવત્સલ ભાવથી પોકારોને.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.