વાદળને.
વાદળને.
1 min
13
વરસી વરસીને થાક્યાં હશે, થોડો આરામ કરો હવે.
ધરા પર આભલાં ટાંક્યાં હશે, થોડો આરામ કરો હવે
ગગનને ગજાવી દીધું તમે મેઘગર્જના કરી કરી કેવી,
વીજચમકારથી ઝાક્યાં હશે, થોડો આરામ કરો હવે.
સમય છે હવે વિરમવાનોને અતિવૃષ્ટિથી ઉગરવાનો,
ભૂમિને પોતાનાં લાગ્યાં હશે, થોડો આરામ કરો હવે.
સજાવો સપ્તરંગી ઇન્દ્રધનુ આકાશે સૂરજ સન્મુખ,
આસમાને સિંગાર ધર્યા હશે, થોડો આરામ કરો હવે.
જુઓ આ ધોધ પણ તમારો આભાર માની રહ્યો છે.
તરુવર નિતનવાં ખીલ્યાં હશે, થોડો આરામ કરો હવે
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.