જાપ લાગે.
જાપ લાગે.
1 min
15
ઈચ્છાઓ દબાવી કશું કરો તો પાપ લાગે.
હારેલ કોઈને સહકાર આપો તો આપ લાગે.
કેવળ માળાના મણકા ફેરવવા એ નથી પૂજા,
કોઈના મુખ પર હાસ્ય લાવો તો જાપ લાગે.
આગળ નહિ આવી શકાય ખોટું કરીકરીને,
આતમને જુઓ પૂછી એને પણ તાપ લાગે.
રીઝ્યા પછી ખિજાવવાનો ક્રમ સાવ ખોટો,
વગર વરસાદે સૂરની હાજરીથી વરાપ લાગે.
અપકાર પર ઉપકાર કરીને સરળતા દાખવે,
નથી કેવળ મોટો , વિશેષ ક્રિયાકલાપ લાગે.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
