મળી આઝાદી દેશને.
મળી આઝાદી દેશને.
મળી આઝાદી દેશને વીરોની કુરબાનીથી
મળી આઝાદી દેશને શહીદોની શહાદતથી.
રહ્યો જઠરાગ્નિ કાચો આઝાદી પચાવવાને
મળી આઝાદી દેશને એકતાના સ્વીકારથી.
હાજી તણા સથવારે ગુલામી વર્તનમાં વસી,
મળી આઝાદી દેશને , ગાંધીસુભાષના ત્યાગથી.
ઝૂકવાનું જૂઠ સામે એવું જનમાનસ ટેવાયેલું,
મળી આઝાદી દેશને, અહિંસાના આચરણથી.
સ્વતંત્રતા પ્રવચને સારી લખાણમાં વસી ઘણી,
મળી આઝાદી દેશને, ગાંધીવ્રત અગિયારથી.
ડરબીકને અજ્ઞાનથી પરિપ્રશ્ન ધરબાઈ જનારો,
મળી આઝાદી દેશને, પ્રજા તણા સહકારથી.
રીત નમવાની ગુલામીની અકબંધ હજુ પરખાતી,
મળી આઝાદી દેશને, સૌના સહિયારા સાથથી.
રાજાશાહી ઘર કરી બેઠી, લોકશાહીના સમજાતી,
મળી આઝાદી દેશને, રાષ્ટ્રપિતામાં વિશ્વાસથી.
ક્યારે મળશે ફળ મીઠાં સ્વતંત્રતાનાં સૌને ચાખવાને,
મળી આઝાદી દેશને , મા ભારતીની કૃપા થકી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.