સ્વતંત્રતાનો સાદ.
સ્વતંત્રતાનો સાદ.
સ્વતંત્રતા કરે છે સાદ, દેશવાસી જાગોને.
મહામૂલી છે આઝાદી, એટલું યાદ રાખોને.
જય જય મા ભારતી.(2)
કુરબાની શહિદો તણી કદીએ ના ભૂલાતી,
યાદ કરતાં શહાદતને ગજગજ ફૂલે છાતી.
હક્ક ફરજ સિક્કાની બાજુ,
એને કદી ન ત્યાગોને....1
જય જય મા ભારતી (2)
મહામહેનતે મળી આઝાદી વીરોની કુરબાની,
આઝાદહિંદના નાગરિક છો વાત નથી કૈં નાની.
સમાનતાના બનો હિમાયતી,
ભેદભાવ મિટાવોને....2
જય જય મા ભારતી (2)
સર્વોપરી પ્રજા છે અહીં એ કદીએ ભૂલાય નહિ,
જોહૂકમી ક્યારેય પણ ભૂલથી સહેવાય નહિ.
વિકાસશીલ ભારતના સૈનિક છો,
ખોટાંને પડકારોને....3
જય જય મા ભારતી. (2)
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.