પ્રેમ
પ્રેમ


પ્રેમ ન જોવે નાત, પ્રેમ ન જોવે જાત,
પ્રેમ તો જોવે ભાવનાની ભાત.
પ્રેમ ન જોવે ધન, પ્રેમ ન જોવે તન,
પ્રેમ તો જોવે પ્રેમાળ મન.
પ્રેમ ન જોવે દિન, પ્રેમ ન જોવે રાત,
પ્રેમ તો જોવે પળેપળનો પ્રેમ.
પ્રેમ ન જોવે રીત, પ્રેમ ન જોવે ગીત,
પ્રેમ તો જોવે મનગમતું મીત.
પ્રેમ ન જોવે મિલન, પ્રેમ ન જોવે વિયોગ,
પ્રેમ તો જોવે શ્વાસે સમાયું સ્વજન.