શું તને યાદ છે
શું તને યાદ છે
એ મુલાકાત છેલ્લી હતી શું તને યાદ છે ?
રાત આખી પછી તો રડી, શું તને યાદ છે,
એ જ વરસાદ વરસે પધારી પલાળી રહે,
સાથ વરસાદ રાખ્યો મળી, શું તને યાદ છે,
ટેરવાંથી કદી પણ અડ્યા, સ્પર્શ એનો નથી,
પાસ આવ્યા અહીં એ ઘડી શું તને યાદ છૈ ?
જિંદગીનો ભરોસો અહીં, એક સૂરજ હતો,
રણ મધ્યે આજ ખોયો અડી, શું તને યાદ છે,
આભમાં વાદળે વીજળી પણ ચમકતી હતી,
ને છબીમાં રહી એ ડરી, શું તને યાદ છે,
મોસમી છે પવન આવશે, ને જશે ના પકડ,
કેમ પકડાતો નથી ? ને લડી, શું તને યાદ છે ?
ને મિથ્યા લાગતું જીવવું આજ તારા વગર,
કેમ પીછો કરું જયાં ઊડી, શું તને યાદ છે ?

