STORYMIRROR

Kiran piyush shah "kajal"

Romance

3  

Kiran piyush shah "kajal"

Romance

કરો

કરો

1 min
164

પારકી થાપણ ગણી ભૂલ્યા કરો, 

જાત ભૂલી આંગણે આવ્યા કરો, 


જિંદગીની દોડમાં થાકી જતાં, 

બોજ મનનો પણ વધે, ખોલ્યા કરો, 


સુખની વાતો યાદ રાખી'તી સદા, 

કેમ દુઃખને આમ ત્યાં ચાવ્યા કરો ? 


જિંદગી કડવી દવા જેવી બની, 

હાથમાં લઈને હવે ઢોળ્યા કરો, 


હા અજાણી પીડ હૈયામાં ધરી, 

ભાર ભીતર સાચવી ચાલ્યા કરો, 


દર્દને ગાયા કરીને શું મળે ?

બસ, ખુશીને કાયમી વાવ્યા કરો, 


છેતરી છે પ્રેમમાં છળથી અહીં, 

તે છતાં વરસાદ વરસાવ્યા કરો.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Kiran piyush shah "kajal"

Similar gujarati poem from Romance