STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Inspirational

નવોઢાએ તાણ્યો લીલો ઘૂમટો

નવોઢાએ તાણ્યો લીલો ઘૂમટો

1 min
135

આ વરસાદ તારા પ્રેમમાં કરી ગયો વધારો,

ધરતીનો સુંદર એ કરી ગયો નજારો,


વર્ષાની હર એક બુંદમાં છે જાણે પ્રેમનો ઈશારો !

આ મયુર આ ચાતક જોને આપે એના પ્રેમનો હોંકારો,


મોતીની જેમ ચમકી રહ્યા છે આ ભીના પાંદડા,

લાગે જાણે કોઈ મુગ્ધાના ગાલે પડ્યા શરમના શેરડા !


ભીની ભીની સુગંધ રેલાવે આ વરસાદ,

જાણે લાગે ઈશ્વરે આપેલો અદભુત પરસાદ !


ઝરમર ઝરમર કરતી મુગ્ધાની ચાલે ચાલતી

આ વરસાદી બુંદો,

જગાવે સૌ માનવીના મનમાં નવી ઉમંગો,


વર્ષાના વશીકરણથી આ મયુર જોને ઝુમતો,

આ નવોઢા ધરતીએ તાણ્યો જાણે લીલો ઘૂમટો !


પંખીએ કર્યો ટહુકો, જાણે હવા એ પહેરી ઝાંઝરી,

જોને આ પર્ણોમાં પણ સંભળાય મને જાણે બંસરી !


ટપ ટપ વરસાદી બુંદો જાણે વગાડે ખંજરી !

ધરતી તો લાગે જાણે કોઈ આકાશેથી ઉતરેલી કોઈ પરી !


આ ધરતી જોને દુલ્હન સમી હરીભરી,

જોને સૌ માનવીની આંખો એના પર ઠરી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance