નહીં
નહીં
ચાલવાનું હોય તોયે થાક ત્યાં લાગે નહીં,
માના દર્શન થાય એવો ડર પછી ભાગે નહીં ?
ખૂબ તકલીફો છતાં ચહેરે કદી દેખાય છે ?
હાથ ફેલાવી મદદ એ તો કદી માંગે નહીં,
ઢાળી પાંપણ દુઃખ છુપાવ્યું કળા એની ગમી,
મેળવીને તાલ મનથી જિંદગી રાગે નહીં ?
તો પછી અટકી જજો, આગળ વધી રસ્તા મળે,
દોસ્ત સાથી સંગ ઈશ્વર સાથ જે ભાગે નહીં,
મામલો થાળે પડે એવાં પ્રયાસો દિલથી કર,
માંગણી જાણી વિચારું કેમ મન ત્યાગે નહીં.

