ચાહતા નથી
ચાહતા નથી
આપી અથાગ સ્નેહ અહીં ચાહતા નથી,
વ્હાલા બની અહીં જ હવે ફાવતા નથી,
આખીય વાત સાવ અલગ ભાળતાં નથી
દાબી શકાય એમ હતી દાબતાં નથી,
આગળ વધી શકાય ફરી આસપાસ જો,
સાથે સમાજ રાખ હવે, રાખતાં નથી,
ઢોળો જરાક લાગ મળે લાગણી તમે,
સમજાઈ જાય સાંજ થતાં, ઢોળતા નથી,
આંજી જરાક આંખ, અહીં બંધ રાખશે,
ખોલી અગન ભરેલ નજર બાળતા નથી,
પામી શકાય કેમ ? વિચારી કરેલ વાત,
રસ્તા અનેક ત્યાં જ હતાં જાણતા નથી,
બાંધી બતાવ વાત કરી હોડ લાગતી,
સાચી રમત રમી હવે એ બાંધતા નથી.

