છાંયડો કરું છું વાદળનો
છાંયડો કરું છું વાદળનો
છાંયડો કરું છું વાદળનો
તારા પર તડકો નહીં પડવા દઉં,
સહજ થોડું શરમાય છે તું મારા માટે
પણ કોઈ દિ' તને રડવા નહીં દઉં,
રાખી હાથમાં હાથ વચન લેવા છે તારા સાથે
ને કોઈ દિ' તને ક્યાંય બીજાની થવા નહીં દઉં,
ઉપવાસ કરું શ્રાવણના બધા તારા માટે
તને પ્રાપ્ત કરવા જે કરવું થશે તે કરીશ
પણ તને મારાથી કોઈ દિ' છૂટા પડવા નહીં દઉં,
છત્રી બનું છું તારા પર
ને કોઈ દિ' તને એકલી પલળવા નહીં દઉં
પલળીએ સાથે આપણે ને બાળપણ બાળપણ રમીએ,
કોઈ દિ' તને આ જવાનીની વેદના સહેવા નહીં દઉં,
આંખમાં કાજલ, હોઠે લિપસ્ટિક, કાનમાં કુંડળ, પગમાં સાદા ચંપલ, વાળમાં નાખેલ સુંગધીત તેલ, ને છુટા હોય વાળ તારા ને કપડાં મા સારી હોય તેવી સજાવટ કર ને કાળું ટપકું
કોઈ દિ' તને નજર નહીં લગાડવા દઉં,
છાંયડો કરું છું વાદળનો
તારા પર તડકો નહીં પડવા દઉં.

