મેઘ વરસે આજે લીલા લ્હેર છે
મેઘ વરસે આજે લીલા લ્હેર છે
મેઘ વરસે આજે લીલા લ્હેર છે
ઈશના આશિષ જાણે મ્હેર છે,
ઝાડવા વનરાઈ ખીલી ચોતરફ
લાગશે વાતાવરણમાં ફેર છે,
ફૂલડાં મધમધ થતા શું બાગમાં
લાગશે કુદરત આજે ચોમેર છે,
વહેતી ખળખળ નદીઓ અવની પર
રાહ પણ લાગે અહીંયા ન્હેર છે,
આશરો પંખી તણો વૃક્ષો થકી
થઈ ધરા સમતળ ભવનનો ઢેર છે.

