STORYMIRROR

Jay Patel

Romance

3  

Jay Patel

Romance

સાજન

સાજન

1 min
137

મીઠો મધુર તારો અવાજ ને તારા શબ્દો,

જે જોઈને મન મોહ્યું મારા રે રૂદીયાનું,

તારી આંખોના મીઠાં રે એવા શમણે,

જે જોઈ જોંઈ ને હું તરસી રહી છું.


પ્રેમની એ મીઠી રાતો ને મીઠાં રે શમણાં,

જે જોઈ ને આંસુ આંસુનું ટીપું રેલાય,

હાથના અક્ષરોને આખોના પલકારા,

જેનાથી લખું સાજન તને આજે પત્ર.


જમવાના એક એક કોળિયે આવતી યાદ,

ને દિવસના સમયે સમયે આવતા એ આંસુ,

ને રાતના વિરહના અને પ્રેમની રુડી તડપ,

જાણે એક એક અક્ષરોમાં સમાય એ વાતો.


એક એક પલ જાણે કે કાળજડે વાગે ઘાવ,

ને જાણે આજે રડતી આંખોએ લખું હું પત્ર,

સાજન હવે આવજે વહેલા એ મીઠી યાદે,

જે યાદના તડપતા નયને લખું હું પ્રેમના પત્ર.


દિવસમાં તડપતા નયન ને રાતનો એ વિરહ,

જાણે કે આંસુની સહીથી બનાવી મેં કલમ,

જે કલમના અક્ષરોમાં રેલાય એ મીઠી યાદો,

જે યાદોમાં આજે હું લખું રે તને પ્રેમના પત્ર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance